સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે અને આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે.

2408040323176788_20240804032326_2

SHABD,Ahmedabad, August 4,

રાજ્યના હવામાન વિભાગે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઑરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 

 હવામાન વિભાગની આગાહીને જોતા આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડ તાલુકાના કપરાડામાં વરસ્યો છે.

 નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, વાંસદા-ચારણવાડા માર્ગ પર આવેલી નદી બન્ને કાંઠે વહેતી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.   મહીસાગર જિલ્લાનાં અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે, જિલ્લામાં લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને બાલાસિનોર તાલુકામાં  સારો વરસાદ પડ્યો છે.

Santoshsingh Rajput

Editor / Contact whatsapp : +91 8849500198 / +918490005757 Youtube-channel : https://www.youtube.com/@TheNewsTimesIndia/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *