શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે લોકશાહી ના પર્વ એવા બાળ સાંસદ ની ચૂંટણી યોજાઈ
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર શાળામાં લોકશાહી ઢબે બાળ સાંસદ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાળા ના આઠ જેટલા વિધાર્થીઓએ જી એસ અને એલ.આર માટે ઉમેદવારી નોંધાવી હતી અને દરેક વર્ગ માં મોનિટર પ્રતિનિધિ તરીકે બસ્સો જેટલા વિધાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

બાળસંસદ ની ચૂંટણી માં વિધાર્થીઓએ EVM મશીન દ્વારા મતદાન કર્યું હતું બાળ સંસદ ની ચૂંટણી માં વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના બાળકો દ્વારા પોલીસ , અને વિવિધ ચૂંટણી અધિકારી સહિત ના પત્રો ભજવ્યા હતા આમ શાંતિ પુર્વક વાતાવરણ માં મતદાન યોજાયું હતું કાર્યક્રમ માં સંસ્થા ના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા પણ પોતાનું મતદાન નોંધવી વિધાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને લોકશાહીના પર્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
દિપક રાવલ, દાહોદ, લીમખેડા
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે લોકશાહી ના પર્વ એવા બાળ સાંસદ ની ચૂંટણી યોજાઈ


