ગુજરાત થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ દ્વારા ટુંડેલ પ્રાથમિક શાળામાં બાળકોને ચોપડા વિતરણ

ગુજરાત થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ દ્વારા ટુંડેલ પ્રાથમિક શાળામાં બાળકોને ચોપડા વિતરણ

ગુજરાત થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ દ્વારા ટુંડેલ પ્રાથમિક શાળામાં બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા.

ગુજરાત થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ નો મુખ્ય હેતુ જરુરિયાત મુજબ વિવિધ પ્રકારની સેવાકિય પ્રવૃત્તિઓ ગુજરાત ના જુદાજુદા વિસ્તારોમાં હાથ ધરી જરુરિયાત મુજબ મદદરૂપ થવું.

આ સંસ્થા ના ગુજરાત સ્ટેટ પ્રમુખ સુરતના શ્રી હિતેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ નડીઆદ ના પ્રમુખ મધુબેન વાધેલા અને મંત્રી અશોકભાઈ રાઠોડ દ્વારા નડિયાદ નજીક આવેલ ટુંડેલ પ્રાથમિક શાળામાંથી મળેલ યાદી મુજબ જરુરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ માટે આયોજન કરવામાં આવ્યા હતા.

આ ચોપડા વિતરણ કાર્યક્રમ માં શાળા આચાર્ય રાકેશભાઈ તથા શાળા પરિવાર નો સારો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ ના સ્ટેટ મંત્રી જગદીશભાઈ પરમાર અને કારોબારી સભ્ય ની પીજી પટેલ ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. તેમને સંસ્થા ની વિવિધ પ્રવૃતિઓ ની જાણકારી આપી હતી. આ પ્રસંગે સંતરામ લોજ નડિયાદ ના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તેમજ લોજના સંવેદનશીલ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચોપડા વિતરણ ના અંતે સહું ના આભાર દર્શન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ લેખન
મધુબેન વાધેલા.
પ્રમુખ
થિયોસોફીકલ ઓર્ડર ઓફ સર્વિસ નડીઆદ.

Santoshsingh Rajput

Editor / Contact whatsapp : +91 8849500198 / +918490005757 Youtube-channel : https://www.youtube.com/@TheNewsTimesIndia/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *